💥 બી એ સેમ-૧ પ્રવેશ 💥
જે વિદ્યાર્થીઓએ શ્રી એન કે મહેતા આટ્સૅ કૉલેજ,માલવણ જીકાસ પૉટૅલપર ઑનલાઇન રજીસ્ટ્રેશન કરેલ છે, તે તમામ વિદ્યાર્થીઓ – વાલીઓ ને ખાસ જણાવવાનું કે તમે જે મોબાઈલ થી રજીસ્ટ્રેશન કરાવેલ હોય તે વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ ઉપર આપેલ તમામ પ્રવેશ ઑફર લેટર ડાઉનલોડ કરી
કૉલેજ માં જેટલી જગ્યા હશે તે મુજબ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ ફી ભરનાર ને જ ઍડમિશન આપવામાં આવશે. જેથી બિનચૂક પ્રતિક્ષા- વેઈટીગ યાદી વાળા વિદ્યાર્થીઓ માટે આવતીકાલ રવિવારથી પ્રવેશ ફી લેવાશે. જેની તમામ વાલી-વિદ્યાર્થીઓ એ ગંભીર નોંધ લેવી.
💥 પ્રવેશ માટે જોડે લાવાના ડોક્યુમેન્ટ્સ
- ઓફર લેટર (GCAS પોર્ટલ ચકાસો તેમાંથી મળશે)
- ABC ID ની પ્રિન્ટ
- ધો .12 ની અસલ માકૅસીટો બધી
- જે મોબાઈલથી રજીસ્ટ્રેશન કરેલ છે તે મોબાઈલ સાથે લઈને આવવું…
=> કુમાર ફી : 1900
=> કન્યા ફી: 1300
💥 જે વિદ્યાર્થી ઓએ GCAS પૉટૅલ પર રજીસ્ટ્રેશન બાકી હોય કે પૂરક પરીક્ષા પાસ કરેલ હોય તો રૂબરૂ સંપર્ક કરો.
💥 નોંધ – જો કૉલેજ ની સીટો ફુલ થય જશે તો પછી તે અંગે મોડા ફી ભરનાર નો કોઈ પણ હક્ક દાવો રહેશે નહીં, તેની જવાબદારી વિદ્યાર્થી અને વાલી ની રહેશે.
ડૉ સી એમ પટેલ
પ્રિન્સીપાલ
શ્રી એન કે મહેતા અને શ્રીમતી એમ દાણી આટ્સૅ કૉલેજ માલવણ